એહમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરવા છતાં બે જગ્યાએ બેરેક શા માટે મુકાયા?: ચર્ચા
એહમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરવા છતાં બે જગ્યાએ બેરેક શા માટે મુકાયા?: ચર્ચા
એહમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરી દેવાતાં દેલવાડા દીવ માર્ગ પર જાહેર માર્ગ ઊપર બે બેરીકેટ ચેકીગ નામે ઊભી કરીને ત્યાં પોલીસ કર્મીની નિમણૂક કરાયેલ હોય પરંતુ આખો દિવસ બેકેટના કારણે અકસ્માતનું જાણે આમંત્રણ અપાતું હોય તેવી સ્થિતી નિર્માણ થઈ રહી છે.
ભારે ટ્રાફિક ધરાવતાં દીવ માર્ગ પર આવતાં દેશભરના ટુરિસ્ટોના વાહનો તેમજ દીવ પંથકમાંથી ઊના આવતાં વાહનો આ ટ્રાફિક બેરેકના કારણે ક્યારેક મુશ્કેલ સ્થિતિમાં ગોથું ખાઈ જતાં હોવાથી ભયંકર અકસ્માત થાય તેવી સ્થિતિ અનુભવતાં હોય છે. બન્ને સાઈડમાં બે બે બેરીકેટ હોવાથી દિવસ દરમિયાન કયું વાહન ક્યાંથી આવે છે તે ઓળખી શકાતું નથી અને ગોળાઈ પર સ્પીડમા પસાર થતાં વાહન ચાલકો છેતરાઇ જતાં હોવાથી મુશ્કેલીમા મુકાય જાય છે.
એહમદપુર ચેકપોસ્ટ બંધ કર્યા બાદ પણ રસ્તા વચ્ચે બે જગ્યા પર મુકાતા ચેકિંગના નામે ટોડ તહ્તો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ વિસ્તારમાંથી બેફામ રીતે ઈંગ્લીશ દારૂ નિકળે છે પણ ક્યારેય આ ઊભી કરેલી બેરેક પર ફરજ બજાવતા કર્મી દ્વારા દારૂ કે ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓને પકડ્યા હોય તેવી એક પણ ધટના બહાર આવી નથી. આ બાબતે જિલ્લા પોલીસ દ્વારા આ બે જગ્યાએ બેકેટ ઊભી કરેલ છે તે દુર કરીને ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા કોઈ એક જગ્યાએ વ્યવસ્થિત તંબુ ચોકી ઉભી કરી કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે તો આ બેરેકના કારણે થનારો સંભવિત ગંભીર અકસ્માતને ટાળી શકાય તેવી માર્ગ પર પસાર થતાં વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0