22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો.
છેલ્લા 8 દિવસમાં પાકિસ્તાને 22 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન વાયુસેના પણ વિવિધ લશ્કરી કવાયતો કરી રહી છે. ભારત દ્વારા સતત તેની વિરુદ્ધ લેવામાં આવતા નિર્ણયોથી પાકિસ્તાન ડરી ગયું છે.
ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત પાકિસ્તાનને એવી રીતે જવાબ આપશે કે પ્રાદેશિક સંઘર્ષ ટાળી શકાય. તેમણે પાકિસ્તાનને આ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડવામાં ભારતને સહયોગ આપવા પણ વિનંતી કરી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0