ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા
ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યરે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક પરિવારના પાંચ સભ્યો બે અલગ-અલગ કારમાં અમદાવાદથી બાબરા પરત ફરી રહ્યા હતા ત્યારે એક કારનો અકસ્માત થયો, જેમાં ત્રણ લોકોના મોત થયા. આ ઘટના સંદર્ભે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મૂળ લાઠી તાલુકાના મટીરાલા ગામના રહેવાસી અને લાંબા સમયથી બાબરામાં રહેતા ભૂપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરુવારે તેમના પૌત્રો જયભાઈ અને એકતાબેન સાથે કાર અને ધ્રુવભાઈ અને તેમના પત્ની દ્રષ્ટિબેન સાથે બીજી કારમાં અમદાવાદથી બાબરા આવી રહ્યા હતા. ત્યારે, વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા નાળા પાસે વલ્લભીપુર બાજુથી આવી રહેલી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી, જેના કારણે કારમાં બેઠેલા જયભાઈ, એકતાબેન અને ભૂપતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.’ તેમને તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી મારફતે સારવાર માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા ભૂપતભાઈ શામજીભાઈ બોરસાણીયા (ઉંમર ૮૦) ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે જયભાઈ અને એકતાબેનને પ્રાથમિક સારવાર આપીને ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જયભાઈ (ઉંમર 30) અને એકતાબેન (ઉંમર 28)નું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે હરેશભાઈ રવજીભાઈ બોરસાણીયાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0