ચીન સતત પ્રગતિના માર્ગે છે; દેશમાં પરિવહન પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં હવે એવી બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી છે જે 450ની ઝડપે દોડશે અને યાત્રીઓને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે.

આ બુલેટ ટ્રેનનું નામ CR450 EMU (ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) છે. આ ચીનનું તાજેતરમાં ડિઝાઇન કરાયેલું બુલેટ ટ્રેન મોડલ છે. આ ટ્રેન રવિવારે બેઇજિંગમાં લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રેનના સંચાલકને આશા છે કે તે વિશ્વની સૌથી ઝડપી હાઇ સ્પીડ ટ્રેન બની જશે. જે બુલેટની ઝડપે દોડશે.
વિદેશી મીડિયા અનુસાર, આ ટ્રેન 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. કંપનીએ કહ્યું કે, આ ટ્રેન આખી દુનિયામાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે અને બહુ જલ્દી લાંબા અંતરને કવર કરશે.
ટ્રેનનો લાભ મુસાફરોને મળશે
આ ટ્રેન ચાઈના સ્ટેટ રેલવે ગ્રુપ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ ટ્રેન મુસાફરીના સમયને વધુ ઘટાડશે અને કનેક્ટિવિટી સુધારશે, જે દેશના મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ અને સરળ બનાવશે.
CR400 કરતાં વધુ ઝડપી
હાલમાં ચીનમાં CR400 બુલેટ ટ્રેન ચાલી રહી છે, જેની સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની સરખામણીમાં CR450ની સ્પીડ વધુ ઝડપી છે. કંપનીએ એમ પણ કહ્યું કે CR400 બુલેટ ટ્રેનની સરખામણીમાં, CR450 હાઇ-સ્પીડ ટ્રેન ઓપરેશનલ રેઝિસ્ટન્સ 22 ટકા ઘટાડશે અને વજનમાં પણ 10 ટકા ઘટાડો કરશે.
ચીનની રેલવેએ શું કહ્યું?
ચીનની રેલ્વેએ કહ્યું કે, CR450 પ્રોજેક્ટ ચીનની રેલ્વે ટેકનોલોજીને વેગ આપશે અને તેને વધુ સારી બનાવશે. ચીને વિશ્વનું સૌથી લાંબુ અને સૌથી અદ્યતન હાઇ-સ્પીડ રેલ્વે નેટવર્ક બનાવ્યું છે અને હાઇ-સ્પીડ, વધુ આરામદાયક રેલ સેવાઓ સાથે મુસાફરો માટે મુસાફરી શરૂ કરવા માટે તૈયાર છે.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિના સુધી દેશમાં હાઈ સ્પીડ રેલ્વે નેટવર્ક 46 હજાર કિલોમીટરનો વિસ્તાર કવર કરી ચૂક્યો છે. જેના કારણે વૈશ્વિક હાઈ-સ્પીડ રેલ્વેની લંબાઈ 70 ટકા થઈ ગઈ છે. હાલમાં, દેશમાં 2800 બુલેટ ટ્રેન ચાલી રહી છે જે દેશના 34 માંથી 550 શહેરો અને 33 પ્રાંતોને આવરી લે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0