અરવલ્લીના મોડાસાના મેઘરજમાં ગઈકાલ રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાસ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતા પોલીસ દોડતી થઇ હતી.
અરવલ્લીના મોડાસાના મેઘરજમાં ગઈકાલ રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાસ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતા પોલીસ દોડતી થઇ હતી.
અરવલ્લીના મોડાસાના મેઘરજમાં ગઈકાલ રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાસ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતા પોલીસ દોડતી થઇ હતી. આ ઘટનામાં એક હોમગાર્ડ સહીત ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મળતી માહિતી અનુસાર અરવલ્લીના મોડાસા તાલુકાના મેઘરજમાં ગઈ કાલ રાત્રે બે જૂથ વચ્ચે સંન્ય બોલાચાલી બાદ મામલો ઉશ્કેરાયો હતો અને ઉગ્ર સ્વરૂપધારણ કર્યું હતું અને બંને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ પોલસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી ગયો હતો.
પોલીસ પહોચે તે પહેલા બંને જૂથોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી નુકશાન પહોચ્યું હતું. ભારે જહેમત બાદ પોલીસે બંને જૂથોને સમજાવી મામલો થાળે પડ્યો હતો. જોકે આ ઘટનામાં એક હોમગાર્ડ સહીત ૬ લોકોને ઈજા પહોચી હતી.
હાલ પોલીસ દ્વારા મેઘરજનગરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિનું વાતાવરણ છે.હાલ આ અથડામણ કયા કારણોસર થઇ એ કારણે પોલીસે તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0