અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે,
અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે,
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધાર્પ થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઈજ્ગ્રસ્ત થયો છે. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાલ ધરી છે.
મળતી વિગતો અનુસાર લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રીક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. મૃતકોમાં બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇકને દામનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી રીક્ષા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0