હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળા અને સેવા (HSSF)નું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળા અને સેવા (HSSF)નું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળા અને સેવા (HSSF)નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગાસ્નાનની અનુભૂતિ કરાવાશે.
2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે
મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી સમિતિના સભ્ય સુરેશ ભૈયાજી જોશી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત. મેયર પ્રતિભા જૈનની હાજરીમાં 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે. યુથ ફોર નેશન યુવા સંમેલનનું આયોજન 5000 યુવાનોની બાઇક રેલી સાથે કરવામાં આવ્યું છે. આ મેળામાં ઇસરો, એનસીસી સહિત 250 થી વધુ સંસ્થાઓ ભાગ લેવા જઈ રહી છે. દરરોજ રાત્રે ૮ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સુરેશ ભૈયાજી જોશી અને યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ વિદ્યાલય, સેવા પ્રદર્શન, થીમ પ્રદર્શન પણ યોજાશે. મેળામાં મહિષાસુર મર્દિની, આચાર્ય વંદના, કન્યા વંદના, માતા-પુત્રીના પુનર્મિલન સાથે નાટક પ્રદર્શન, માતા-પિતા વંદના અને સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો-એમજીઆઈઈપીના અધ્યક્ષ પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્મા ભારતના પુનરુત્થાનમાં વ્યાવસાયિકોની ભૂમિકા પર વાત કરશે.
આ કાર્યક્રમમાં, હિન્દુ ધર્મના વિવિધ તહેવારો અને આત્યાત્મિક ક્રિયાઓ યોજાશે પૂજા, ભજન-કિર્તન, અને ઉપવાસ, જે શ્રદ્ધાળુઓ માટે આકાર આપશે. આના થકી, શ્રદ્ધાળુઓને માત્ર ધાર્મિક અનુસંધાન સાથે અનુસરો પણ હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાવાનો અવસર મળશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0