મંગળવારે ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્કી રિસોર્ટની એક હોટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 76 થઈ ગયો છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મૃતકોમાંથી 45 લોકોની ઓળખ થઈ ગઈ છે,
મંગળવારે ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્કી રિસોર્ટની એક હોટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 76 થઈ ગયો છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મૃતકોમાંથી 45 લોકોની ઓળખ થઈ ગઈ છે,
મંગળવારે ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્કી રિસોર્ટની એક હોટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 76 થઈ ગયો છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મૃતકોમાંથી 45 લોકોની ઓળખ થઈ ગઈ છે, જ્યારે અન્યની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે આ ઘટનાની તપાસના ભાગ રૂપે અધિકારીઓએ નવ લોકોની અટકાયત કરી છે.
ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે મંગળવારે લાગેલી આગમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી, યેરલિકાયાએ કહ્યું કે અમને ખૂબ જ દુઃખ છે. કમનસીબે, આ હોટલમાં લાગેલી આગમાં 76 લોકોએ જીવ ગુમાવ્યા.
૧૨ માળની હોટલમાં આગ લાગી
અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે સવારે લગભગ 3.30 વાગ્યે બોલુ પ્રાંતના કાર્ટલકાયા રિસોર્ટમાં 12 માળની ગ્રાન્ડ કાર્ટલ હોટેલમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ગવર્નર અબ્દુલ અઝીઝ આયદિને જણાવ્યું હતું કે ગભરાટમાં ઇમારત પરથી કૂદી પડવાથી બે પીડિતોના મોત થયા હતા.
આયદિને કહ્યું કે હોટલમાં 234 લોકો રોકાયા હતા. હોટેલના સ્કી ટ્રેનર નેકમી કેપેસુટ્ટને જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તેઓ સૂઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે ત્યારબાદ તેમણે લગભગ 20 મહેમાનોને હોટેલમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટેલ ધુમાડાથી ભરેલી હતી, જેના કારણે મહેમાનો માટે આગથી બચવાનો રસ્તો શોધવાનું મુશ્કેલ બન્યું.
તમને જણાવી દઈએ કે ૧૬૧ રૂમની આ હોટેલ એક ઉંચી ખડક પાસે આવેલી છે, જેના કારણે આગને કાબુમાં લેવાના પ્રયાસોમાં મુશ્કેલીઓ આવી રહી હતી. કાર્તલકાયા એ ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં કોરોગ્લુ પર્વતમાળામાં સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. તુર્કીમાં શાળાઓની રજાઓ ચાલી રહી છે, અને આ સમય દરમિયાન આ વિસ્તારની હોટલો સામાન્ય રીતે ભરેલી હોય છે.
આયદિનના કાર્યાલયે જણાવ્યું હતું કે 30 ફાયર બ્રિગેડ ટ્રક અને 28 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે, રિસોર્ટની અન્ય હોટલો ખાલી કરાવવામાં આવી હતી અને મહેમાનોને બોલુની આસપાસની હોટલોમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન, મધ્ય તુર્કીમાં અન્ય એક સ્કી રિસોર્ટની એક હોટલમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ શિવસ પ્રાંતના યિલ્ડિઝ માઉન્ટેન વિન્ટર સ્પોર્ટ્સ સેન્ટરમાં થયો હતો. શિવસ ગવર્નર ઓફિસે જણાવ્યું હતું કે આ ઘટનામાં સ્કીઇંગના પાઠ લઈ રહેલા બે લોકો, તેમના ટ્રેનર અને અન્ય એક ટ્રેનર દાઝી ગયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0