કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે. જ્યાં તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ 651 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ રાણીપમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.