ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાવરકુંડલા ગુરુકુળ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન ભારત દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાવરકુંડલા ગુરુકુળ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન ભારત દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાવરકુંડલા ગુરુકુળ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન ભારત દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શહીદ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, સવારે શાળાના પ્રાંગણમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શહીદોની યાદમાં દેશભક્તિના ગીતો ગાયા હતા અને તેમના જીવન અને બલિદાન વિશે વક્તવ્યો આપ્યા હતા.
શાળાના આચાર્યે શહીદ દિનના મહત્વ વિશે જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "શહીદોએ આપણા દેશને આઝાદ કરવા માટે જે બલિદાન આપ્યું છે, તેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહી. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્રકામ અને નિબંધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શહીદોના જીવન અને બલિદાન વિશે સુંદર ચિત્રો દોર્યા હતા અને નિબંધો લખ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. શહીદ દિનની ઉજવણીમાં સંતોની સાથે કોલેજ રોડ તથા જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિના રંગે રંગાઈને શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0