સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે.
સોમનાથ મંદિર નજીક ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ત્રણથી વધુ જેટલા ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીમાં 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર, 05 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતની મશીનરી ઉપયોગમાં લેવાઈ છે. આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IG, 3 SP, 6 DYSPનો કાફલો હાજર છે. સાથે 50 PI-PSI, 1200 જેટલા પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેંજ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના શીર્ષ અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે. શહેરમાં શાંતિ બની રહે તે માટે જોડીયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા ધાર્મિક સ્થળની આસપાસ એકઠા થઈ ગયા હતા. જે પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા.
સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સવારથી જ દબાણો વાળા સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. જેમાં ભીડીયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બંન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરીકેટ મુકીને પોલીસ સ્ટાફ તૈનાત કરીને લોકોની અને વાહનોની અવર-જવર બંધ કરાવી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0