કેશોદના પંચાળા ગામે સુરાપુરા પેથરાજ દાદાના મંદિરમાં બે વર્ષ પહેલાં વેરાવળના અરવિંદ રાણીગાએ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની રજુઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી હતી
કેશોદના પંચાળા ગામે સુરાપુરા પેથરાજ દાદાના મંદિરમાં બે વર્ષ પહેલાં વેરાવળના અરવિંદ રાણીગાએ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની રજુઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી હતી
કેશોદના પંચાળા ગામે સુરાપુરા પેથરાજ દાદાના મંદિરમાં બે વર્ષ પહેલાં વેરાવળના અરવિંદ રાણીગાએ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની રજુઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી હતી. સહમતિ સાથે સહકાર મેળવી કામ શરૂ કર્યું હતું. પાછળથી પ્લાન નકશા મુજબ કામ કરવામાં ન આવતાં અને સનાતન ધર્મ માં દેવસ્થાન નો પ્રવેશદ્વાર હમેશાં પૂર્વ દિશામાં હોય છે ત્યારે પ્રવેશદ્વાર બદલી મનફાવે એમ એકચક્રી નિર્ણયો લઈ બાંધકામ કરતાં રાણીગા પરિવારમાં વિવાદ સર્જાયો હતો. તેથી તાજેતરમાં રાત્રીના સમયે સામાવાળાને સમાજમાં હોદ્દો ન મળતાં ૧૫૦ ફુટ જેટલો સ્લેબ તોડી નાખવામાં આવ્યો છે અને દિવાલ પાડી નાખીને માલસામાન વેરવિખેર કરી રૂપિયા ત્રણ લાખનું નુકસાન પહોચાડ્યું છે.
યજ્ઞમાં મળ્યાં ત્યારે ફરિયાદી સહિત તમામ વચ્ચે સર્વસંમતિ સધાઈ હતી, આમછતાં પાછળથી ફરિયાદી અરવિંદ રાણીગાએ પૂર્વગ્રહ રાખીને ભરત રાણીગા અને દિનેશ રાણીગા વિરુદ્ધ સતાધારી રાજકીય પક્ષના જોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0