જગ્યા ખાલી કરાવાશે તો કોળી સમાજના 2 લાખ લોકો ઉમટી પડશે, ચિંતન શિબિરમાં હંગામાની ચિમકી
જગ્યા ખાલી કરાવાશે તો કોળી સમાજના 2 લાખ લોકો ઉમટી પડશે, ચિંતન શિબિરમાં હંગામાની ચિમકી
સોમનાથના વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા ગૌશાળા ચાલવાવમાં આવતી હતી. આ ગૌશાળા અને રામદેવપીર મંદિર દુર કરી દેવા તેવી જાણ તંત્રને થતા ઉહાપોહ મચ્યો હતો. જેને લઈ સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં છેલ્લા ત્રણ દિવસથી ગૌશાળાની જગ્યા ઉપર ધરણા પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે.
તાજેતરમાં કોળી સમાજ દ્વારા સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધીની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો બાઈકો, પગપાળા ઉમટી પડી સુત્રોચ્ચાર પોકારતા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. કોળી સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સંબોઘીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ તકે વિમલ ચુડાસમાએ આક્રોશભેર જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૯૯૪ માં કોળી સમાજને ફાળવેલી જમીનનો ઠરાવ મોજુદ છે.
તેમ છતાં સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્રના જોરે આ જમીન ખાલી કરાવવા માંગે છે. કોળી સમાજને ફાળવેલ જમીન અમોને વિધિવત આપવામાં આવે તેવી માંગ સાથે અમારૂ આંદોલન ચાલી રહ્યું છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો સોમનાથ ખાતે આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ ના રોજ યોજાનાર રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં કાળા વાવટા ફરકાવી ચિંતામાં વધારો કરી દેશું તેવી ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સોમનાથ ખાતે રાજયભરમાંથી બે લાખ કોળી સમાજના લોકો ઉમટી પડે તેવું આયોજન કરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી આપી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0