લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ છે. જેમાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહનો સમાવેશ થાય છે. ગુરુચરણ સિંહ લાંબા સમયથી સતત સમાચારોમાં છે.
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ છે. જેમાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહનો સમાવેશ થાય છે. ગુરુચરણ સિંહ લાંબા સમયથી સતત સમાચારોમાં છે.
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ છે. જેમાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહનો સમાવેશ થાય છે. ગુરુચરણ સિંહ લાંબા સમયથી સતત સમાચારોમાં છે. હાલમાં તેણે પોતાની આર્થિક સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોઢીનું કહેવું છે કે તેના પર કરોડોનું દેવું છે અને તેને ચૂકવવા માટે તેની પાસે કોઈ કામ નથી.
સિદ્ધાર્થ કાનન સાથેની ઇન્ટરવ્યુમાં ગુરુચરણે કહ્યું, "હું કામની શોધમાં એક મહિનાથી મુંબઈમાં છું. મને લાગે છે કે લોકો મને પ્રેમ કરે છે અને તેઓ મને જોવા માંગે છે. હું મારા ખર્ચાઓનું સંચાલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, મારી માતાનું ધ્યાન રાખું છું. હું મારું દેવું ચૂકવવા માટે પણ પૈસા કમાવવા માંગુ છું અને મારી બીજી ઇનિંગ શરૂ કરવા માંગુ છું.
ગુરુચરણ સિંહે જણાવ્યું કે તે પોતાના મિત્રો પાસેથી પર્સનલ લોન લઈ રહ્યો છે, જેના માટે તે પોતાની બેંક EMI ચૂકવી રહ્યો છે. મારે હજી પણ પૈસા માંગવાના છે અને કેટલાક સારા લોકો છે જે મને પૈસા ઉછીના આપે છે, પરંતુ મારું દેવું વધી રહ્યું છે." આટલું જ નહીં, પોતાની ખરાબ સ્થિતિનું વર્ણન કરતાં અભિનેતાએ ખુલાસો કર્યો કે તેણે છેલ્લા 34 દિવસથી ખાવાનું બંધ કરી દીધું છે. હવે તે માત્ર લિક્વિડ ડાયટ લઈ રહ્યો છે જેમાં દૂધ, ચા અને નારિયેળ પાણીનો સમાવેશ થાય છે. અભિનેતા માત્ર ચા પીને જ બચી રહ્યો છે. ગુરુચરણ સિંહે તેમની કારકિર્દીમાં અવરોધને લઈને નિરાશા વ્યક્ત કરી છે.
ગુરુચરણ સિંહે જણાવ્યું કે તેમની પાસે બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ પાસેથી 60 લાખ રૂપિયાની લોન છે. આ સિવાય મિત્રોની લોન પણ છે, જેના પછી કુલ દેવું લગભગ 1.2 કરોડ રૂપિયા છે. તે તારક મહેતા શોના નિર્માતા અસિત મોદી પાસેથી પણ કામ માંગી રહ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0