સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિર ત્રણ દિવસ એટલે કે તા 21 થી 23 સુધી યોજવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.
આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા ૧૯૫થી વધુ સનદી અધિકારીઓ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના રોડ મેપ અંગે ચર્ચા-મનોમંથન કરશે. ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી ઉપસ્થિત રહ્યા છે.
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન કરવામાં આવશે. એ ઉપરાંત સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજવામાં આવ્યા છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0