અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ભારે હોબાળો થયો હતો. લોકોએ હોસ્પીટલમાં તોડફોડ કરી હતી. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી તેમની સારવાર કર્યા બાદ બે વ્યક્તિના મોત થયા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.