પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે મોટો વિસ્ફોટ થયો છે. આમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા
પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે મોટો વિસ્ફોટ થયો છે. આમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા
પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે મોટો વિસ્ફોટ થયો છે. આમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે ખાણમાં લગભગ 18 લોકો ફસાયા છે. ઈરાનની રાજધાનીથી લગભગ 540 કિલોમીટર દૂર તાબાસમાં કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. આ પછી ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને 3 દિવસના શોકની જાહેરાત કરી છે.
સરકારી મીડિયા અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે 18 લોકો જમીનની નીચે 700 મીટરની ઊંડાઈએ સુરંગની અંદર ફસાયા હોવાની આશંકા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે તેમણે ખાણમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વિસ્ફોટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તેલનું ઉત્પાદન કરતા ઈરાનમાં અનેક પ્રકારની ખાણો જોવા મળે છે. ઈરાન દર વર્ષે લગભગ 35 લાખ ટન કોલસાનો વપરાશ કરે છે. પરંતુ તે તેની ખાણોમાંથી દર વર્ષે માત્ર 18 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરે છે. આ દેશ બાકીના કોલસાની આયાત કરે છે. ઈરાનના ખાણ ઉદ્યોગમાં આ પ્રથમ અકસ્માત નથી. 2013 માં, બે અલગ-અલગ ખાણ અકસ્માતોમાં 11 કામદારો મૃત્યુ પામ્યા હતા. અગાઉ 2009માં અનેક ઘટનાઓમાં 20 મજૂરોના મોત થયા હતા. 2017માં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા.
ઈરાની મીડિયા અનુસાર, ઘટનાસ્થળે હાજર એક મજૂરે કહ્યું, 'અમે ખાણમાં કામ કરી રહ્યા હતા. અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. મને લાગ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હું તરત જ મારો જીવ બચાવવા દોડ્યો. જ્યાં સુધી હું સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. મારા સાથીદારો ત્યાં ફસાયેલા હતા. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત સમયે આ ખાણમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં.
3 દિવસના જાહેર શોકની જાહેરાત
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તાબાસમાં કોલસાની ખાણોમાં થયેલા આ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે ખોરાસાનમાં 3 દિવસના જાહેર શોકની જાહેરાત કરી છે. આ સાથે, IRNAએ કહ્યું કે તેમના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફે પીડિતો અને તેમના પરિવારો માટે કટોકટીની સહાય સુનિશ્ચિત કરવા માટે કેબિનેટના સભ્યો સાથે વાત કરી છે.
વિસ્તારના સ્થાનિક અધિકારીઓએ વિસ્ફોટને પગલે પ્રાંતમાં ત્રણ દિવસનો જાહેર શોક જાહેર કર્યો છે. ઈરાનના રેડ ક્રેસેન્ટે કહ્યું કે ખાણમાં લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. કેટલાક કર્મચારીઓ હજુ પણ ઘટના સ્થળે ફસાયેલા છે. IRNA અનુસાર, આ કર્મચારીઓ જમીનથી લગભગ 250 મીટર નીચે હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0