ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવારે રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવારે રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવારે રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા, પરંતુ આ વિસ્તારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 10:15 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર પાટણથી 13 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ઉત્તરીય જિલ્લાઓ - બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાંથી મળેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપના આંચકા બે થી ત્રણ સેકન્ડ માટે અનુભવાયા હતા.
રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપ
ગુજરાત ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. રેવદરના પિંડવારા, મંદાર નિમ્બજ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બેચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. હારીજ, સમી અને પાટણના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહેસાણાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા, માંડલી, અંબાલા, સુરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0