"રોજ એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને જે મહિલાઓ પરેશાન થાય છે તેની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે."
"રોજ એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને જે મહિલાઓ પરેશાન થાય છે તેની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે."
બેંગલુરુ એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. પત્નીના ત્રાસથી કંટાળીને તેણે સોમવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેણે લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો. 24 પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી. આ કિસ્સાએ દેશની કાયદાકીય વ્યવસ્થાને લઈને પણ નવી ચર્ચા જગાવી છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતે આ મામલે એક નિવેદન આપ્યું છે, જે વિવાદાસ્પદ બની શકે છે.
કંગનાએ કહ્યું કે, "રોજ એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને જે મહિલાઓ પરેશાન થાય છે તેની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે."
https://x.com/ANI/status/1866796091783680035
હિમાચલના મંડીના બીજેપી સાંસદ કંગનાએ કહ્યું, "તેમની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી, જે તેની ક્ષમતાની બહાર હતી. આ નિંદનીય છે. યુવાનો પર આવો બોજ ન હોવો જોઈએ. તેના પગારમાંથી, તે (અતુલ સુભાષ) ત્રણ ગણી રકમ આપતો હતો આ બાબતની સમીક્ષા થવી જોઈએ
પત્નીએ 9 ખોટા કેસ કર્યા હતા
પોલીસના જણાવ્યા મુજબ, તેની પત્નીએ તાજેતરમાં યુપીમાં તેની સામે ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, અકુદરતી અને કલમ 498A હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કારણે તેનું ડિપ્રેશન લેવલ વધી ગયું હતું. સોમવારે સવારે 6 વાગ્યે પોલીસને ફોન આવ્યો કે મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં કોઈએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ આપેલા સરનામે પહોંચી. દરવાજો તોડી અંદર પ્રવેશ્યા. અતુલ સુભાષ રૂમમાં પંખાની મદદથી ફાંસીથી લટકતો હતો. રૂમમાં તપાસ કરતાં ઓફિસનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. ઓફિસમાં તપાસ કરતાં અતુલનું યુપીનું કાયમી સરનામું મળી આવ્યું હતું. પોલીસે આ સરનામે માહિતી આપી. અતુલનો ભાઈ વિકાસ માહિતી મળ્યાના એક દિવસ બાદ બેંગ્લોર પહોંચી ગયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0