આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે તેવું કહીને ઘરે લઇ ગયો હતો અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે તેવું કહીને ઘરે લઇ ગયો હતો અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે તેવું કહીને ઘરે લઇ ગયો હતો અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
મળતી માહિતી અનુસાર ૧૭ જાન્યુઆરીના રોજ યુવકે યુવતીને તેની મમ્મી બોલાવે છે તેમ કહી ને પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં ઘરમાં કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઇને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર ઘટનાને લઇ યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી પાર્થ રાવલની ઉમરેઠથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી અને યુવતી ૩ મહિના પહેલા જ એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો.રાજ્યમાં વારંવાર બનતી આવી ઘટનાને લઈને આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0