નવસારીના બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજ પાસે સામેથી આવતી કાર અને એકટીવાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકટીવામાં સવાર યુવક હવામાં દડાની જેમ ફંગોળયો હતો.
નવસારીના બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજ પાસે સામેથી આવતી કાર અને એકટીવાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકટીવામાં સવાર યુવક હવામાં દડાની જેમ ફંગોળયો હતો.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધી રહી છે.ત્યારે નવસારીમાં પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નવસારીજીલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા માં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીલીમોરા તેલ્વે ઓવરબ્રિજ પાસે એકટીવા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકટીવા અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એકટીવામાં સવાર ૨ પૈકી એક યુવકનું મોત થયું હતું જયારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી અનુસાર નવસારીના બીલીમોરા રેલ્વે ઓવરબ્રિજ પાસે સામેથી આવતી કાર અને એકટીવાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકટીવામાં સવાર યુવક હવામાં દડાની જેમ ફંગોળયો હતો.આ અકસ્માતમાં એકટીવામાં સવાર બંને યુવકો માંથી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
https://x.com/Anchor_Pankaj/status/1859168774672310432
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. આ ગંભીર અકસ્માતમાં બંને યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અને અન્ય એક યુવકની હાલ સારવાર ચાલી રહી છે.
પોલીસે હાલ કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના CCTVપણ સામે આવ્યા છે. પોલીસે આ CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0