રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે. પાટણમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે.
પાટણના સરસ્વતી તાલુકાના નાયતા ગામે ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. 7 વર્ષીય બાળકની ચાંદીપુરા વાયરસથી હાલત ગંભીર છે.બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગે સમગ્ર ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ચાંદીપુરાના સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં જોવા મળ્યા હતા .રાજકોટમાં પણ એક સાથે 8 બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં હાલ સારવાર હેઠળ છે.
રાજકોટમાં હાલ કુલ 8 દર્દીઓ ચાંદીપુરા વાયરસની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાંથી 4નો રીપોર્ટ પોઝિટિવ અને 2 નેગેટિવ અને અન્ય 2 શંકાસ્પદ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવ્યું હતું..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0