સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં નગરપાલિકાના આંખ આડા કાન
સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં નગરપાલિકાના આંખ આડા કાન
ઉપલેટાના વોર્ડ નં.૨ માં આવેલ દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં આવેલા વોકળામાં છેલ્લા ઘણા સમયથી એપાર્ટમેન્ટ પાસે વોકળાની અંદર દબાણ ઊભુ કરવામાં આવી રહ્યો હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. જેમાં આ દબાણ સંપૂર્ણ ખડકાઈ જશે તો દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં આવેલા વોકળામાં કચરો ફસાશે અને ગંદકી અને દબાણનું સામ્રાજ્ય ઊભું થઈ શકે તેવી પણ સંભાવનાઓ અને શક્યતાઓ સામે આવી રહી છે.
સૌ કોઈને દેખાતી દબાણની કામગીરી ઉપલેટા નગરપાલિકા કચેરીની આંખે કેમ નથી દેખાતી તે માટે નગરપાલિકાએ ચશ્મા પહેરીને અથવા તો નિયમ અનુસાર તેમને મેન્ટેન કરવામાં આવતી ડાયરીમાં નોંધ ન કરવામાં આવતી હોવાની બાબતોને લઈને દબાણકારો બેફામ બની રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.
ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટની સામે વોકળાની અંદર છેલ્લા ઘણા સમયથી મોટા કોલમ બીમ ઊભા કરી દબાણ ઊભો કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી છે ત્યારે આ ફરિયાદોને લઈને માજી સુધરાઈ સભ્યોના ઘેરાવ કરવામાં આવ્યા હતા અને માજી સુધરા સભ્ય સહિતનાઓને સાથે રાખી સ્થાનિક લોકો ઉપલેટા નગરપાલિકા કચેરીના મુખ્ય અધિકારીની કચેરીને અને તેમના અધિકારીને ઉગ્ર રજૂઆત કરવા તેમજ તેમનો ઘેરાવ કરવા અને દબાણો દૂર કરવા માટેની મોટી કામગીરી કરતી કચેરીને આવા દબાણો કેમ નથી દેખાતા તેવા મુદ્દાને લઈને ઘેરાવ કરવા માટે આવતા દિવસોની અંદર રજૂઆત કરશે અને સાથે જ ઉપલેટા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરવાની આ જ પરિસ્થિતિ અને આ જ નીતિ કદાચ આવતી ચૂંટણીમાં મતદાન સમયે ઉમેદવારોને પણ નડશે તેવી સંભાવનાઓ સામે આવી શકે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0