કલા મહાકુંભમાં બાળકોની શક્તિઓને ખીલવવા વિવિધ કલાકૃતિઓ રજુ કરાઈ
કલા મહાકુંભમાં બાળકોની શક્તિઓને ખીલવવા વિવિધ કલાકૃતિઓ રજુ કરાઈ
ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી વિધાલયમાં આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સમૂહગીત સ્પર્ધા, એકપાત્રીય અભિનય, વકૃતત્વ સ્પર્ધા અને તબલા વાદન સ્પર્ધામાં વેરાવળની જે.પી.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળહળ્યા છે.
બાળકોની આંતરિક છુપી શક્તિઓને વાચા આપવા અને તે શક્તિઓને ખીલવવાના ભાગરૂપે ગુજરાત રાજ્યની શાળાઓમાં કલા મહા-કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અલગ-અલગ કલાકૃતિઓ રજૂ કરી હતી, જે અંતર્ગત જે.પી. પ્રાથમિક શાળાના આચાર્ય સવનિયા કુસુમબેન, શિક્ષિકા માવદિયા વનિતાબેનએ બાળકોને માર્ગદર્શન આપી તૈયાર કરાયેલ કૃતિઓને સફળતા મળેલ અને તાલુકા કક્ષાએ જે.પી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એકપાત્રીય અભિનયમાં જેઠવા પ્રિયાંશી જતિનભાઈ દ્રિતીય, વકૃતત્વ સ્પર્ધામાં પરમાર દક્ષા સુરેશભાઈ દ્વિતીય, તબલા વાદનમાં ઠક્કરાર વેદ ગોપાલભાઈ તૃતીય, સમૂહ ગીત સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષ વયજૂથમાં તૃતીય ક્રમ મેળવી શાળાના ગૌરવમાં વધારો કર્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0