દરેકે નાત-જાત ભૂલીને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી
દરેકે નાત-જાત ભૂલીને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી
સુત્રાપાડામાં ડૉ .ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલમા ૧૫ મા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ સુત્રાપાડા તાલુકા મામલતદાર ગૌદા, નાયબ મામલતદાર શક્તિસિંહ પરમાર, મકવાણાભાઈ, નાયબ મામલતદાર નિરુબેન જાદવ, ટી પી ઑ અમરસિંહ જાદવ, બીઆરસી ઝાલા, ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલના માધ્યમિક વિભાગના આચાર્ય જોશી, કન્યાશાળાના આચાર્ય અશ્વિનભાઈ બારડ, કોલેજ વિભાગના આચાર્ય પાઠક સહિત અન્ય સ્ટાફ ગણ તેમજ વિધ્યાર્થી ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ તમામ નાત જાત કે અન્ય લોભ લાલચ કે ડર વગર મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સુત્રાપાડા તાલુકા મામલતદાર દ્વારા સિનિયર સીટીઝન મતદાતા તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડનું શાલ, પ્રમાણપત્ર અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ અભિયાનની વિવિધ પ્રવુતિમાં પ્રથમ નંબરે આવેલ વિધ્યાર્થી ભાઈઓ બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલના વ્યાયામ શિક્ષક પિયુષભાઈ કછેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0