100 વર્ષથી વપરાતી અને લુપ્ત થઇ રહેલી 200 જેટલી વસ્તુઓનું પ્રદર્શન
100 વર્ષથી વપરાતી અને લુપ્ત થઇ રહેલી 200 જેટલી વસ્તુઓનું પ્રદર્શન
ઉપલેટામાં જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં આવેલી અને ગોંડલ સ્ટેટ વખતની ચાલતી શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલના કમ્પાઉન્ડની અંદર લોકોને, વિદ્યાર્થીઓને અને વૃદ્ધો માટે ઉપયોગી સાધનો અને સંસાધનો અંગેનો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
લુપ્ત થઈ રહેલી અંદાજે ૧૦૦ વર્ષ જૂની ઐતિહાસિક ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૨૦૦ થી વધુ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપલેટામાં બે દિવસ માટે યોજવામાં આવેલ આ પ્રદર્શનને માણવા અને નિહાળવા તેમજ લુપ્ત થયેલી વસ્તુઓને બાળકો જાણે માણે અને નિહાળે તે માટે આ જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
વર્ષો જૂની વસ્તુઓ અને તેમના ઉપયોગ વિશેની માહિતીઓ આપતું આ પ્રદર્શન નવી પેઢીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં બાળકો અને મોટેરાઓને આવા કિંમતી સાધનો-સંસાધનોની મદદથી લોકોએ લુપ્ત થતી ચીજ વસ્તુઓને પુનઃ પોતાના જીવનમાં લાવવા માટેના પ્રયત્નો કરી આધુનિક અને ઝડપી દુનિયાની સામે કાયમી માટે ફાયદાકારક અને મદદરૂપ થનાર ચીજ વસ્તુઓ તરફ પણ વળવું જોઈએ તેવી સમજણ આપવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0