ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન ફરી એક વાર ડ્રોન એટેક કર્યો છે. આ ડ્રોનથી આખું પાકિસ્તાન હચમચી ઉઠ્યું. સરકારે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનના આ નાપાક કૃત્યની માહિતી આપી.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને નિર્ણાયક કાર્યવાહી કરી. 7-8 મેની રાત્રે પાકિસ્તાન દ્વારા ભારતના ઉત્તર અને પશ્ચિમ લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ નાશ પામી હતી. પાકિસ્તાને ચીન પાસેથી શસ્ત્રો ખરીદ્યા હતા.
ભારતમાં નિષ્ફળ હુમલાઓ ક્યાં થયા?
પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ જેવા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
ભારતે આજે પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો જવાબ આપ્યો અને અનેક શહેરોમાં ડ્રોન હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની કાર્યવાહી સંતુલિત છે. અમે ફક્ત તે સિસ્ટમોને નિશાન બનાવી છે જે અમારા સ્થાનો પર હુમલા માટે જવાબદાર હતી.
LoC પર પણ પાકિસ્તાનનું નાપાક કૃત્ય
આ દરમિયાન, પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને તોપખાનાથી ગોળીબાર તીવ્ર બનાવ્યો છે. આ ગોળીબારમાં 16 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ભારતને આ આક્રમણનો જવાબ આપવાની ફરજ પડી હતી અને યોગ્ય કાર્યવાહી કરી હતી, જેના કારણે પાકિસ્તાની ગોળીબાર બંધ થયો હતો.
ભારતે ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને ભારત શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જો પાકિસ્તાન તેનું સન્માન કરે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0