કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના આવી રહી હતી ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના આવી રહી હતી ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે
ગુજરાતનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બની ગયું હોઈ તેમ લાગે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપવાની ઘટના સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના આવી રહી હતી ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે
સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. SOG દ્વારા એક કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે . પ્રાથમિક તપાસમાં અફ્ઘની ચરસ હોવાનો ખુલાસો થતો છે. SOGએ ચરસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે
આ ઉપરાંત વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા . જે દરિયા કિનારેથી મળેલા ચરસની કિંમત 5 કરોડ 87 લાખ આંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી 10 પેકેટ ચરસના મળ્યા હતા. જેના પગલે જિલ્લાના 70 કિમીના દરિયા કિનારે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0