ચોવીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રને લોભામણી વાતો કરીને મચ્છર મારવાનો સ્પ્રે છાટી બેભાન કરી હત્યાને અંજામ આપ્યો હતો
ચોવીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રને લોભામણી વાતો કરીને મચ્છર મારવાનો સ્પ્રે છાટી બેભાન કરી હત્યાને અંજામ આપ્યો હતો
ઊનામાં દેવામાં ડુબેલા મિત્રએ લૂંટના ઇરાદે પોતાના જ મિત્રએ ગાળામાં પહેરેલી ખોટી માળાને સોનાની સમજી માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. જો કે, પોલીસે ગણતરીનાં સમયમાં જ આરોપીને દબોચી દીધો હતો. અંજાર રોડ પર આવેલ મચ્છુ નદીના પટ્ટમાં કાંઠાની કોતર વચ્ચે માથું છુદાયેલી આધેડ યુવાનની લાશ પડી હોવાની ઉના પોલીસને જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને મર્ડરના અનુમાન સાથે લાશને ઉના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ લાશ અંજાર ગામના અને ઉનાની શિશુ ભારતી સ્કૂલ નજીક ચાની કેબીન ધરાવતાં જીતુભાઈ કાનજીભાઈ બારોટની હોવાનું બહાર આવતા ઉના પોલીસે મૃતકના પુત્ર આશીક સોલંકીની ફરીયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
પોલીસે મૃતક જીતુભાઈ કાનજીભાઈ સોલંકીની હત્યા કરનાર શકમંદ શખ્સ નવાઝ અઝીમભાઈ કચરાને ઊઠાવી પ્રાથમીક પુછપરછ કરી હતી. સઘન પુછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને સમગ્ર હત્યાની ધટનાની કબૂલાત આપી હતી. હત્યારા નવાઝ કચરાએ જીતુભાઇ સોલંકીની હત્યા લુંટ કરવાના ઈરાદે મચ્છર મારવાના સ્પ્રે આંખમાં છાંટી બેભાન કરી પથ્થર માથા પર મારી મોઢું છુંદાઈ જતા સોનાની માળા ગળામાંથી કાઢીને હત્યા કરી નાશી છુટેલ હોવાની હકીકત જણાવતા સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેના આધારે હત્યારાની ધોરણસર અટક કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હત્યારો જયારે માળા વેંચવા સોનીને ત્યાં ગયો ત્યારે સોનીએ માળાની ખરીદી કર્યાનું બિલ માંગતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને પોલીસે પગેરું શોધી કાઢી આરોપીને સંકજામાં લીધો હતો. લૂંટેલી માળા મૃતકના પુત્રએ પિતા પહેરતા તે જ માળા હોવાની ઓળખ કરી હતી સાથે જ તે ખોટી માળા હોવાનુ પોલીસને જણાવ્યું હતું. આ ચકચારી હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0