સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ દેખાય છે, તેમના હાથમાં ચોક્કસપણે વાંસળી હોય છે.
ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે.
ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર આ દિવસે તોફાની નંદલાલ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે લોકો વ્રત રાખે છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને પણ ઝુલાવે છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025