રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું જાણવા મળ્યું છે
રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું જાણવા મળ્યું છે
રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટ જિલ્લામાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે લોધિકા તાલુકામાં રહેતા એક સગીર સહિત 3 પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યા છે.
ઘૂસણખોરી અંગે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા આપેલ આદેશ બાદ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઘૂસણખોરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી.
રાજકોટ જિલ્લાની પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઘૂસણખોરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસની ટીમ એક ચોક્કસ બાતમી આધારે લોધીકા પહોંચી હતી અને તપાસ દરમિયાન એક એવો પરિવાર મળી આવ્યો હતો કે જેમની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ હતા નહીં. ત્યારબાદ પૂછપરછ કરતા તેઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું અને તેઓ લગભગ દોઢ-બે દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.તેઓ પાકિસ્તાન પરત ન ફર્યા હોવાનું સામે આવતા પોલીસે તેઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0