ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં તેમના ઘરની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જયશંકરને પહેલાથી જ Z કેટેગરીની સુરક્ષા મળેલી છે, જે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કમાન્ડો તરફથી આપવામાં આવે છે, તેમની સુરક્ષા માટે 33 કમાન્ડોની એક ટીમ 24 કલાક તૈનાત રહે છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એસ જયશંકરના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેમને બુલેટપ્રૂફ વાહન આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રી જયશંકરને આપવામાં આવનારી બુલેટપ્રૂફ કાર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ પ્રકારના વાહનના કાચ ખૂબ જાડા છે, જે લેમિનેટેડ પણ છે. આ કાચ ગોળીને અંદર પ્રવેશતા અટકાવે છે. જો વાહનનું ટાયર પંચર થઈ જાય, તો તે 50 કિલોમીટરથી વધુ દોડવા સક્ષમ છે. આ કારને તમામ પ્રકારના હુમલાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં વિદેશ પ્રધાન જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. તેમને Y થી Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. તેમની સુરક્ષા માટે CRPF જવાનો તૈનાત કરવામાં આવશે. દેશના અન્ય નેતાઓને પણ Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી, સેના હાઇ એલર્ટ પર છે. સરહદની સાથે, દેશની અંદર પણ સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0