થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જ્થ્થો ભરેલ ફિશિંગ બોટ સાથે ૨ બુટલેગરોને LCBએ ઝડપ્યા હતા.
થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જ્થ્થો ભરેલ ફિશિંગ બોટ સાથે ૨ બુટલેગરોને LCBએ ઝડપ્યા હતા.
આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થશે. ત્યારે રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં દારૂ બાંધી હોવા છતાં ૩૧stના અમુક લોકો ગેરકાયદેસર રીતે રાજ્યમાં દારૂ લાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જ્થ્થો ભરેલ ફિશિંગ બોટ સાથે ૨ બુટલેગરોને LCBએ ઝડપ્યા હતા.જેમાં વેરાવળ નજીકના દરિયામાંથી પોલીસે ૧૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ૨ લોકોની અટકાયત કરી અહ્તી. આ ઘટનામાં LCBએ ૫૩૭૬ દારૂની બોટલ, ૪૫૬ બીયરના ટીન, મોબાઈલ અને હોળી મળી કુલ ૧૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે અને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કાર્ય છે. પોલીસે કોડીનારના મૂળ દ્વારકા ગામના આરીફ ભેસલીયા, ઇદરીશ મુલ્તાની નામના ૨ શખ્સોની ધરપકડ કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0