રાજ્યમાંથી અનેક વખત ડ્રગ્સ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે ગઈ કાલે ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું
રાજ્યમાંથી અનેક વખત ડ્રગ્સ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે ગઈ કાલે ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની વિગતો મળી છે.
આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે. આ ડ્રગ્સ કેવી રીતે અહીં આવ્યું. કોને પહોંચાડવાનું હતું જેવા પ્રશ્નોના જવાબની પોલીસ તાપસ કરી રહી છે. આટલો મોટો ડ્રગ્સ ઝડપાતા પોલીસબેડામાં ખળભળાત મચી ગયો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે.
તો બીજી તરફ સુરત પોલીસે સુરત જિલ્લાના વેલંજા વિસ્તારમાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે નશાના સોદા કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી હતી. એમની પાસેથી પોલીસે 2100 ગ્રામ એટલે કે બે કિલોથી પણ વધુ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપીઓ જે ડ્રગ્સ બનાવતા હતા તેના ચાર સ્ટેજ હોય છે. હાલ જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે તે ક્યા સ્ટેજમાં છે તેની તપાસ એફએસએલના માધ્યમથી કરવામાં આવશે.
Comments 0