અમેરિકાના સધર્ન કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગને કારણે ભારે વિનાશ થયો છે. આગ લોસ એન્જલસ શહેરની નજીક પહોંચી ગઈ છે. શહેરના પેસિફિક પેલિસેડ્સમાં ફેલાયેલી જંગલની આગએ ઘણા ઘરોને લપેટમાં લીધા છે
અમેરિકાના સધર્ન કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગને કારણે ભારે વિનાશ થયો છે. આગ લોસ એન્જલસ શહેરની નજીક પહોંચી ગઈ છે. શહેરના પેસિફિક પેલિસેડ્સમાં ફેલાયેલી જંગલની આગએ ઘણા ઘરોને લપેટમાં લીધા છે
અમેરિકાના સધર્ન કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગને કારણે ભારે વિનાશ થયો છે. આગ લોસ એન્જલસ શહેરની નજીક પહોંચી ગઈ છે. શહેરના પેસિફિક પેલિસેડ્સમાં ફેલાયેલી જંગલની આગએ ઘણા ઘરોને લપેટમાં લીધા છે, હજારો લોકોને ભાગી જવાની ફરજ પડી છે. આ ભીષણ આગમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
https://x.com/latimes/status/1876851290107412817
આગ એટલી ભયાનક હતી કે તેણે 1,000 થી વધુ ઈમારતોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી. 7 જાન્યુઆરી, મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 વાગ્યે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં એક ઘટના બની હતી, જેણે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગે હજારો ઘરોને નષ્ટ કરી દીધા છે. લોકો પોતાને બચાવવા સલામત સ્થળે જઈ રહ્યા છે. લોસ એન્જલસના ફાયર ચીફ એન્થોની મેરોને પત્રકારોને જણાવ્યું હતું કે, “5,000 એકર થી વધુ જમીન બળી ગઈ છે અને આગ વધી રહી છે. તેમણે કહ્યું કે અંદાજ છે કે લગભગ 1000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.
આગની લપેટમાં હજારો ઘરો
આ ભયાનક આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જેમાં આગની જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, પાલીસેડ્સ આગની સ્થિતિ હજુ પણ કાબુમાં આવી નથી. સ્થિતિ વણસી રહી છે.
લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે
અહેવાલ છે કે લગભગ 20 એકર વિસ્તારમાં લાગેલી આગ હવે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં 1,262 એકરમાં ફેલાઈ ગઈ છે. આ પછી, નજીકમાં રહેતા 30,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. આગ અનેક ઈમારતોને લપેટમાં લઈ ગઈ છે. તોફાની પવનોને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0