આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે
બુધવારે રાત્રે આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. આ નાસભાગ એવા સમયે થઈ જ્યારે સેંકડો લોકો વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શન માટે દેશભરમાંથી સેંકડો ભક્તો અહીં આવ્યા છે.
બુધવારે મોડી રાત્રે એકાદશીના દર્શન માટે તિરુપતિ મંદિરમાં ભીડ જામી હતી. જ્યારે પણ ભક્તો મંદિરે જાય છે ત્યારે દરેકની ઈચ્છા દર્શન કરવાની હોય છે, જેના કારણે લોકો મંદિરમાં દર્શન કરવા ટોકન લેવા માટે લાંબી લાઈનમાં ઉભા હતા.
નાસભાગ કેવી રીતે થઈ?
મળતી માહિતી મુજબ ટોકન મેળવવા માટે લગભગ 4 હજાર લોકો લાંબી કતારોમાં ઉભા હતા અને ટોકન આપવા માટે માત્ર 91 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. થોડી જ વારમાં ભીડ કાબૂ બહાર ગઈ અને નાસભાગ મચી ગઈ. આ ભીડમાં મહિલાઓ અને વૃદ્ધો બધા સામેલ હતા. લોકોને પાટડીડા પાર્કમાં જવાની સૂચના આપવામાં આવી હતી અને પાટડીડા જતા સમયે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા
ટીટીડીએ માફી માંગી
આ દુર્ઘટના પછી, TTD બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, મંદિરમાં એકાદશીના દર્શન માટે ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, આ માટે અમે 91 કાઉન્ટર ખોલ્યા હતા. નાસભાગ મચી તે ખૂબ જ દુઃખદ છે. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. અમે દરેકને મેડિકલ સુવિધાઓ આપી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, હું તમામ ભક્તોની માફી માંગુ છું.
ટીટીડીના ચેરમેન બી.આર. નાયડુએ કહ્યું કે ભારે ભીડ ભેગી થવાને કારણે નાસભાગ મચી ગઈ. આવતીકાલે CM સાહેબ કહેશે બધું, આજે આવશે સંપૂર્ણ રિપોર્ટ. આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે, જેમાંથી કેટલાક તમિલનાડુના અને કેટલાક આંધ્રપ્રદેશના છે. હાલમાં એક મૃતદેહની ઓળખ કરવામાં આવી છે અને 5ની ઓળખ થવાની બાકી છે
તિરુપતિ મ્યુનિસિપલ કમિશનર, મૌર્યએ પણ કહ્યું, “એમજીએમ સ્કૂલમાં એક સિવાય દરેક કાઉન્ટર (દર્શન માટે ટોકન લેવા માટે) પર ટોકન્સ ખૂબ જ શાંતિથી લેવામાં આવી રહ્યા હતા. એમજીએમ સ્કૂલમાં જ કાઉન્ટર પર નાસભાગ મચી ગઈ હતી. ત્યાં એકસાથે 4000 થી 5000 લોકો એકઠા થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, 'આંધ્ર પ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડથી હું દુઃખી છું, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.
આ દુર્ઘટના બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતાં તેણે કહ્યું કે, તે આ અકસ્માતથી આઘાતમાં છે. તેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાની માહિતીને ધ્યાનમાં રાખીને, મેં ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે જવા સૂચના આપી છે જેથી ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાય. હું સમયાંતરે જીલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાત કરું છું અને પરિસ્થિતિની સમીક્ષા કરું છું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0