માછલીનો શિકાર કરવા ગયેલા ચારેયે મગરનો શિકાર કરી લેતા કાનૂનના હાથે ચડી ગયા, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા જૂનાગઢમાં જેલહવાલે કરાયા
માછલીનો શિકાર કરવા ગયેલા ચારેયે મગરનો શિકાર કરી લેતા કાનૂનના હાથે ચડી ગયા, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા જૂનાગઢમાં જેલહવાલે કરાયા
વન વિભાગે કેશોદના ઇન્દિરા નગરમાં રહેતા ચાર ઈસમોને મગરનો શિકાર કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ, ચારેય વ્યક્તિઓ ખાવા માટે માછલી પકડવા ગયા હતા પરંતુ માછલી ન મળતા મગર હાથે ચડી ગયો અને મગરનો શિકાર કરી નાખ્યો હતો. વન વિભાગની તપાસમાં ચાર આરોપીઓ મગરના શિકારમાં સામેલ જણાતા તેમને પકડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. તાજેતરમાં વન વિભાગને કેશોદના એક સ્મશાનમાંથી મગરનો શિકાર થયો હોય તેવા અવશેષો મળ્યા હતા. જેને ધ્યાને લઈને કેશોદ, મેંદરડા અને માળીયા વન વિભાગની અલગ અલગ ટીમોએ મગરના શિકારમાં તપાસ શરૂ કરી હતી. જેનું પગેરૂ કેશોદના ઇન્દિરા નગર વિસ્તારમાં મળી આવ્યું હતું. આથી, પોલીસે પ્રવિણ સોદરવા, સુનિલ વસાવા, દિનેશ રાવલિયા અને હીરા ધુળા નામના ચાર વ્યક્તિની મગરના શિકાર કરવાના આરોપમાં અટકાયત કરી છે.
જો કે, પકડાયેલા ચારેય આરોપીને કેશોદ કોર્ટમાં રજૂ કરતા કોટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણધારા 1972 અને સુધારા કલમો અનુસાર ચારેય આરોપી વિરુદ્ધ વન વિભાગે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. તો મગરના શિકાર પાછળનો ચારેય વ્યક્તિઓનો ધ્યેય માસ ખાવાનો હોવાનું પણ સામે આવ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0