સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા ૮૫ યજ્ઞકુંડોમાં ૬૮૦ યજમાનોની ૧ લાખથી વધુ આહુતિઓ અર્પણ કરાઈ
સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા ૮૫ યજ્ઞકુંડોમાં ૬૮૦ યજમાનોની ૧ લાખથી વધુ આહુતિઓ અર્પણ કરાઈ
સારંગપુરના પ્રમુખ સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો હતો. જેમાં સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા ૮૫ યજ્ઞકુંડોમાં ૬૮૦ યજમાનોની ૧ લાખથી વધુ આહુતિઓ અર્પણ કરી ભારત તથા સમગ્ર વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના દ્વિતીય વર્ષપૂર્તિ મહોત્સવ નિમિત્તે સારંગપુરમાં ગણતંત્ર દિવસે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગનું આયોજન થયું હતું, જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણમુનિ સ્વામી, પૂજ્ય ઘનશ્યામપ્રસાદ સ્વામી, પૂજ્ય નિર્માનજીવન સ્વામી, પૂજ્ય ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ પ્રાસંગાનુરૂપ આશીર્વચન પાઠવ્યા હતા.
વૈદિક પ્રણાલિ અનુસાર, સંપન્ન થયેલા આ મહાયાગના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજની ષોડશોપચાર વિધિ કરવામાં આવી હતી, ત્યારબાદ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું. આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનો નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને ૧ લાખથી વધુ આહુતિઓ આપી હતી. સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0