મેયર સહિતના હોદેદારો ધરાવતું ગ્રુપ શરમમાં મુકાયું: મોવડી મંડળ સુધી પહોંચ્યું પ્રકરણ
મેયર સહિતના હોદેદારો ધરાવતું ગ્રુપ શરમમાં મુકાયું: મોવડી મંડળ સુધી પહોંચ્યું પ્રકરણ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ ના ભાજપના ગુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટ થતાં ગ્રૂપમાં સામેલ મેયર સહિતના હોદેદારો અને પદાધિકારીઓ શરમમાં મુકાઈ ગયા હતાં. આ અશ્વિલ વીડિયો ગૂપમાં આવતા જ હોબાળો મચી ગયો હતો. પોસ્ટ બાબતે રાજકોટ મવડી મંડળને જાણ કરવામાં આવી હતી.
વોર્ડ નં.૪ ના કિશાન મોરચાના ભાજપના ગ્રુપમાં મનીષ પરસાણાના મોબાઈલમાંથી છ જેટલા અશ્લીલ વિડિયો ગ્રુપમાં સેન્ડ થઈ થયા હતાં. આ વિડિયો ગ્રુપમાં શેર થતાં જેને જોઈને ગ્રુપના અન્ય સભ્યો શરમથી પાણી પાણી થઈ ગયા હતાં. ભાજપના આ ગ્રુપમાં મેયર સહિતના પદારિકારીઓ પણ હોય ત્યારે આવા વિડિયો સેન્ડ થવાથી ગ્રુપના અન્ય સભ્યો પણ અવાચક બની ગયા હતાં. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત તેમજ ભચાણના ભાજપના વોટસએપ ગ્રુપમાં આવા અશ્લિલ વિડિયો વાપરલ થયાના સમાચારો અગાઉ મીડિયામાં આવી ચુકયા છે. ભાજપના જ કાર્યકરે આ વિડિયો ગ્રુપમાં મુકતા ગ્રુપના સભ્યો ભડક્યા હતાં અને આ સભ્યને ગ્રુપમાંથી રિમુવ કરવા માટે ગ્રુપના એડમીનને રજૂઆત કરવામાં આવી હતી.
સમગ્ર અશ્લીલ ફોટા અને વિડિયોનો મામલે શહેરભરના ભાજપ અગ્રણીઓ સુધી પહોંચતા આ મામલે ભારે ગરમાવો આવી ગયો હતો. આ ગ્રુપમાં મહિલા મેયર સહિતના પદાધિકારીઓ છે ત્યારે આ બિભત્સ પોસ્ટ થવા પાછળનો હેતુ શું ? આ વિડિયો ગ્રુપમાં શેર થવાથી આગેવાનો શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં અને આ વિડિયોના સ્ક્રીન શોટ થોડી જ વારમાં મીડિયા તેમજ અન્ય ગ્રુપમાં પોસ્ટ થઈ જતાં આ મામલે ભારે તહેલ્કો મચી ગયો હતો. આ બનાવને પગલે કેટલાક ભાજપ અગ્રણીઓએ તો ગ્રુપ છોડી દેવું પડયું હતું. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટ ભાજપ ગ્રુપમાં ધર્મેશ ઓળકીયા નામના વ્યક્તિએ બીભત્સ ફોટા મુકતા હડકંપ મચી ગયો હતો
વોર્ડ નં.૪ના કિશાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડિયો પોસ્ટ થવા બાબતે મનીષ પરસાણા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો ફોન વાડીના મજુર પાસે હોય તેણે ભૂલથી આ ફોટા અને વિડિયો તેમના મોબાઈલના અલગ અલગ વોટસએપ ગ્રુપમાં સેન્ડ કરી દીધા છે. તેમણે પોતાનો મોભાઈલ ફોન હેક થઈ ગયાનું જણાવી બચાવ કર્યો હતો. વાયરલ થયા બાદ પણ તે ફોટા અને વિડિયો ડિલીટ કરી શકાય તેમ હોય છતાં કેમ ડિલીટ ન થયા ? તે બાબત પણ અનેક સવાલો ઊભા કરે છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0