નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મેઈન 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મેઈન 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મેઈન 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. 24 ઉમેદવારોમાંથી ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
JEE મેઈન 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. ૨૪ ઉમેદવારોએ પૂર્ણ ૧૦૦ ટકા મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ jeemain.nta.nic.in પર જઈને અરજી નંબર અને જન્મ તારીખની મદદથી તેમના પરિણામો અને સ્કોર કાર્ડ ચકાસી શકે છે. અગાઉ, NTA એ શુક્રવારે બપોરે ફરીથી નવી અંતિમ આન્સર કી તેની વેબસાઇટ પર અપલોડ કરી હતી.
24 ઉમેદવારોમાંથી ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તો આ સિવાય સૌથી વધારે 7 વિદ્યાર્થીઓ રાજસ્થાન, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના છે તો 2-0 પશ્ચિમ બંગાળ અને દિલ્હીના છે. આ સિવાય 1-1 વિદ્યાર્થી કર્ણાટક અને આંધ્રપ્રદેશનો છે. તો 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરી અને EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC કેટેગરીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
આવી રીતે ચેક કરો JEE 2025 નું પરિણામ
JEE ની ઓફિશિયલ વેબસાઇટ jeemain. nta. nic. in પર લૉગ ઈન કરો.
હોમપેજ પર ફાઇનલ સ્કોરકાર્ડ (final score card) અને રિઝલ્ટ (result) લિન્ક પર ક્લિક કરો.
તમારા લૉગ ઈન કરેડેન્શિયલ નાખીને સબમિટ કરો.
રિઝલ્ટનું pdf તમારી સ્ક્રીન પર ખુલશે.
રિઝલ્ટ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવી શકો છો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0