તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ અમદાવાદ પહોંચ્યો, અમુલે નોંધાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ
તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ અમદાવાદ પહોંચ્યો, અમુલે નોંધાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ
તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ અમદાવાદ પહોંચ્યો, અમુલે નોંધાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદતિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ હવે અમદાવાદ પહોંચ્યો છે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી અને ફિશ ઓઇલની પુષ્ટિ થઇ હતી. ત્યારે આ પ્રસાદ માટેનું ઘી અમુલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાનું X પર પોસ્ટ મૂકવામાં આવી હતી. એને લઈને વિવાદ સર્જાયો હતો. અફવાને લઇને અમુલે સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરી છે. પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
સેટેલાઈટમાં હેમંત ગાવની અમૂલમાં છેલ્લાં 30 વર્ષથી નોકરી કરે છે. ત્યારબાદ તેઓ દિલ્હી ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર તેમને X પર અલગ અલગ એકાઉન્ટથી તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય એવી પોસ્ટ કરવામાં આવી હતી. સ્પિરિટ ઓફ કોંગ્રેસ, બંજારા 1991, ચંદન એઆઈપીસી, સેક્યુલર બેંગાલી,rahul_1700, પ્રોફાપીએમ, પદ્મજા સહિતના એકાઉન્ટ દ્વારા X પર તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશમાં લાડુ બનાવવામાં વપરાયેલું એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય એવા પ્રકારની અલગ અલગ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેના કારણે અમૂલની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું છે, જેથી તમામના સ્ક્રીનશોટ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તિરુપતિ લાડુમાં ભેળસેળના વિવાદ વચ્ચે અમૂલે ગઈ કાલે પણ સ્પષ્ટતા અરી હતી છે. કંપનીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ક્યારેય ઘી આપ્યું નથી. અને અમુલે સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0