ભાજપ દ્વારા હાલ સદસ્યતા નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપવામાં આવ્યા હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે.
ભાજપ દ્વારા હાલ સદસ્યતા નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપવામાં આવ્યા હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે.
ભાજપ દ્વારા હાલ સદસ્યતા નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપવામાં આવ્યા હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે.થોડા સમય પહેલા કૌભાંડમાં સામેલ ભાજપના ૨ મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ આ બે સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરોને આ અભિયાનની જવાબદારી સોપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યું છે
રાજકોટમાં થોડા સમય પહેલા જ આવાસ યોજનાના કૌભાંડમાં કોર્પોરેટરના પતિ મનસુખ જાદવ દ્વારા પૈસાની માંગણી કરતો વિડીયો વાયરલ થયો હતો. ત્યાર બાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે ભ્રષ્ટાચારના આરોપોને લઈને દેવુબેન જાદવનું રાજીનામું લેવામાં આવ્યું હતું. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઇ ત્યાં સુધી કોર્પોરેટરને પાલિકામાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા ૨ દિવસ આવાસ કૌભાંડનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે આવાસ કૌભાંડનાં આક્ષેપ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદ ભાજપ દ્વારા લઇ લેવામાં આવ્યું છે. અને જો કોર્પોરેટર પર ભ્રષ્ટાચાર સાબિત થશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું
RMC દ્વારા ગોકુલ નગર આવાસ યોજનામાં બાકી રહેલા ૧૯૩ આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા મળતીયાઓના નામે 20 જેટલા આવાસો પચાવી પડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા આવ્યા હતા.
સમગ્ર મામલે RMC કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના પણ કરવામાં અવી હતી. અને રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ વોર્ડ નંબર ૬ન કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું પણ લઇ લેવામાં આવ્યું હતું. સાથે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઇ ત્યાં સુધી કોર્પોરેશન તેમજ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવા સુચના આપવામાં આવી અહ્તી આ ઉપરાંત કોર્પોરેટરના પતિ મનસુખ જાળવના ત્રણ જેટલા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ રથયા હતા જેમાં તે ફીમેલ હેલ્થ વર્કરની નોકરી માટે પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0