બ્રાઝિલના સાઓ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા છે.
બ્રાઝિલના સાઓ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા છે.
બ્રાઝિલના સાઓ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે. ફ્લાઇટ સવાર તમામ 61 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન VOEPASS નું વિમાન ક્રેશ થયું છે. વિમાને કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, જેમાં 61 લોકો સવાર હતા. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
https://x.com/BNONews/status/1821959476435370205
એરલાઇન કંપની વોપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડતું વિમાન ક્રેશ થયું હતું. નિવેદનમાં અકસ્માતનું કારણ જણાવ્યું નથી. વિમાન વિન્હેદો શહેરમાં પડ્યું છે. અસરગ્રસ્તોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબ ન્યૂઝે જણાવ્યું હતું કે પ્લેનમાંથી ભારે ધુમાડો અને આગ આવી રહી હતી. પ્લેન રહેણાંક વિસ્તારમાં પડ્યું છે. તે જ સમયે, વિમાન દુર્ઘટના પછી, દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં, રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મીટિંગમાં હાજર લોકોને ઉભા થવા અને એક મિનિટનું મૌન પાળવાનું કહ્યું. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે વિમાનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે. ફાયર બ્રિગેડ, મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીની ટીમોને વિન્હેડોમાં અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0