બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન યોજાશે.
બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન યોજાશે.
આજે લોકસભા ચૂંટણીનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન યોજાશે. ઓડિશા વિધાનસભાની બાકીની 42 બેઠકો માટે પણ મતદાન યોજાશે.
આ સાથે જ વિશ્વની સૌથી મોટી મતદાન મેરેથોન, જે ગયા મહિનાની 19મી તારીખે શરૂ થઈ હતી, તેનો ભવ્ય અંત આવશે, અત્યાર સુધી 486 લોકસભા બેઠકો માટે 6 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તમામ સંસદીય બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. મતગણતરી 4 જૂને થશે
મતદાન દળોને મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રી સાથે સંબંધિત મતદાન કેન્દ્રો પર મોકલવામાં આવ્યા છે. મતદાન મથકો મતદારોને આવકારવા માટે તૈયાર છે જ્યાં આરામદાયક અને સલામત વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત કરવા માટે ગરમીથી બચવા છાંયડો, પીવાનું પાણી, રેમ્પ અને શૌચાલય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સંબંધિત સીઇઓ અને રાજ્ય તંત્રને જ્યાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં ગરમ હવામાન કે પછી વરસાદનું પૂર્વાનુંમાન હોય ત્યાં સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પગલાં લે..
ધોમધખતી ગરમી છતાં, અગાઉના તબક્કામાં મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા બે તબક્કામાં મહિલા મતદારોની મતદાન ટકાવારી પુરુષ મતદારોની સરખામણીએ વધારે રહી છે. પંચે મતદારોને મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવવા અને જવાબદારી અને ગર્વ સાથે પોતાનો મત આપવા હાકલ કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0