ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આગામી 36 કલાક મુશ્કેલ હોઈ શકે છે. વરસાદને કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. દરમિયાન, કુલ્લુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. વાદળ ફાટ્યા બાદ અહીંની ચાર માળની ઈમારત થોડી જ સેકન્ડોમાં પાર્વતી નદીમાં ડૂબી ગઈ હતી.
રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી સંકટ વધુ ઘેરુ બનશે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે
કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 20થી વધુ લોકો કામ કરી રહ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025