મણિપુરનાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન ઘાયલ થયા છે. સીએમના સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો.
ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલી જાતિ હિંસા હવે ગંભીર સ્વરૂપ લઈ રહી છે. દરમિયાન કુકી સમાજ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી રાજ્યમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે. મંત્રાલય રાજ્યમાં સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર ખોલવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
મણિપુરમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિવાદમાં માર્યા ગયેલા લોકોમાં મણિપુર રાઈફલ્સનો એક જવાન પણ સામેલ
મણિપુરમાં, આતંકવાદીઓએ જીરીબામ જિલ્લાના એક ગામમાં હુમલો કર્યો, ત્યારબાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ સવારે લગભગ 5 વાગે બોરોબેકરા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામને આધુનિક હથિયારો વડે નિશાન બનાવ્યું હતું.
મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લમલાઇ વિધાનસભા મતવિસ્તારના કેટલાક ભાગોમાં સશસ્ત્ર માણસોએ પહાડી વિસ્તારમાંથી ગોળીબાર કર્યો અને અનેક બોમ્બ હુમલાઓ કર્યા
મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાનું નામ નથી લઈ રહ્યું. આતંકવાદીઓ આતંક મચાવી રહ્યા છે. સોમવારે, સુરક્ષા દળોએ જીરીબામ જિલ્લામાં કુકી આતંકવાદીઓ સામે મોટી સફળતા હાંસલ કરી હતી.
મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, સાત જિલ્લાઓ, ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, થોબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુરમાં બે દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મણિપુરમાં તાજેતરની હિંસક અથડામણો અને ચાલી રહેલી હિંસાને અત્યંત ચિંતાજનક ગણાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની મુલાકાત લેવા અને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવા વિનંતી કરી હતી.
મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. રાજધાની ઈમ્ફાલમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિને જોતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025