મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. રાજધાની ઈમ્ફાલમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિને જોતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. રાજધાની ઈમ્ફાલમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિને જોતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. રાજધાની ઈમ્ફાલમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિને જોતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. કાર અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને આરોપીઓને 24 કલાકમાં પકડવાની માંગ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલાની માહિતી આપતાં મણિપુર પોલીસે જણાવ્યું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓના ઘરો અને સંપત્તિઓને નિશાન બનાવી છે. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો સહારો લીધો હતો. ઇમ્ફાલમાં સુરક્ષાને મજબૂત કરવા માટે સેના અને આસામ રાઇફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા આઠ લોકો ઘાયલ થયા હતા.
અત્યાર સુધીમાં 23ની ધરપકડ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવાની ઘટનામાં સંડોવાયેલા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની ઈમ્ફાલ ઈસ્ટ, ઈમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 32 પિસ્તોલ, SBBLના 07 રાઉન્ડ, 8 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આગામી આદેશ ન આવે ત્યાં સુધી શહેરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે SSP/COને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ 24 કલાક પરિસ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યા છે.
મણિપુરમાં હિંસા કેવી રીતે ફાટી નીકળી?
જીરી નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આનાથી નારાજ લોકો મંત્રીના ઘરે ગયા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મંત્રી રાજ્યમાં નથી. આ પછી રોષે ભરાયેલા લોકોએ ઘરમાં તોડફોડ અને આગચંપી કરવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. લોકોએ હિંસાના વિરોધમાં ઈમ્ફાલમાં પ્રદર્શન કર્યું અને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી. સ્થિતિને જોતા ઇમ્ફાલના વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સાત જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0