સુરતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ હોવાનું સામે આવ્યું છે
સુરતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ હોવાનું સામે આવ્યું છે
સુરતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકીના માતાપિતા બહાર ગયા હતા ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફોઈનો પુત્ર બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો તે પડોશી જોઈ ગયા હતા. શહેરના ચોક બજાર વિસ્તારમાં બનેલ આ ઘટનામાં નરાધમની પોલીસે ઘરપકડ કરી હતી.
મળતી વિગતો અનુસાર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા દંપતિ બાળકીને ઘરે મુકીને ખરીદી કરવા બજારમાં ગયા હતા. ત્યારે માતા પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને 19 વર્ષીય મનીષ માવજી બાબરીયાએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમગ્ર ઘટના પાડોશી જોઇ જતા તેમણે આ નરાધમને ઝડપી પાડ્યો હતો. ત્યારે માસુમ બાળકી જોડે દુષ્કર્મ કરતા લોકોએ ઝડપી પાડી બરોબરનો મેથીપાક આપ્યો હતો.
આ સમગ્ર ઘટના આરોપી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાપોદ્રા ખાતેથી નરાધમને ઝડપ્યો હતો. ત્યારે દુષ્કર્મની ઘટનાને લઇ ચોક બજાર પોલીસે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0