G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈટાલીના પુલિયામાં G-7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર તેઓ ગઈકાલે રાત્રે બે દિવસની મુલાકાતે ઈટાલી પહોંચ્યા હતા. જોકે G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
બુધવારે સાંજે જ્યારે ફાઇવ સ્ટાર મુવમેન્ટના ડેપ્યુટી લિયોનાર્ડો ડોન્નો, ઇટાલિયન ધ્વજ પ્રદર્શિત કરતી વખતે કેટલાક વિસ્તારને સ્વાયત્તતા આપવા અંગેના બિલ મુદ્દે ઝઘડો થયો હતો. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સંસદમાં જ બાખડ્યાં હતા.
આ સમગ્ર ઘટના ફ્લાઇટ ડોનોના વિરોધને કારણે ઉદ્દભવી હતી. જે તે પ્રદેશોને વધુ સ્વાયત્તતા આપવાના પ્રસ્તાવના વિરોધ કરવા ઉતર્યા હતા. ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત, ડોનોને વ્હીલચેરમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે વિપક્ષી પાર્ટીના સાંસદ લિયોનાર્ડો ડોનો સરકારના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીને ઈટાલીનો ધ્વજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ડોનોએ ધ્વજ લેવાની ના પાડી અને પીછેહઠ કરી. આ દરમિયાન અન્ય સાંસદોની ભીડ એકઠી થઈ ગઈ અને થોડી જ વારમાં બંને પક્ષે લાતો અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ. આ કોન્ફરન્સ દરમિયાન રશિયા, ચીન, યુક્રેન, ઈઝરાયેલ અને આફ્રિકા જેવા દેશોને લગતા મુદ્દાઓ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0