CID ક્રાઇમ દ્વારા રાજસ્થાનથી આરોપીઓની કરાઈ હતી અટક
CID ક્રાઇમ દ્વારા રાજસ્થાનથી આરોપીઓની કરાઈ હતી અટક
CID ક્રાઇમે ₹.15.30 લાખની નકલી નોટો પકડવાના કેસમાં રાજસ્થાનથી ઝડપાયેલા 3 આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસીય રિમાન્ડન માટે કોર્ટમાં માગ કરી હતી. જે બાબતે કોર્ટે પકડાયેલ ત્રિપુટીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દેશમાં નકલી નોટ માર્કેટમાં ફેલાય તે પહેલા જ CID ક્રાઇમે બાતમીના આધારે કાર્યવાહી કરી ₹.15.30 લાખની નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આરોપી સતીષ જિનવા, અનિલ રજત, કાલુરામ મેઘવાલની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે તેમને મેટ્રોપોલિટન કોર્ટમા રજૂ કર્યા હતા. કોર્ટમાં સાઈડી ક્રાઇમે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે, આરોપીને સાથે રાખી તપાસ કરવીની જરૂર છે.
પોલીસના કહેવા મુજબ આરોપીઓએ નકલી ચલણી નોટો બનાવવા માટે ભેસોદામંડી તથા ભાનપુરા ખાતે મકાન ભાડે રાખ્યું હતું તેમજ ત્યાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરતા હતા તે અંગે પણ તપાસ કરાવસે આરોપીઓએ નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે? ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ? તેમજ નોટો બનાવવા માટેની અન્ય સામગ્રીઓનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા? તે અંગે તાપસ તેમજ પૂછપરછ થશે. તેમજ સમગ્ર આયોજનમાં અન્ય કોણ- કોણ સામેલ છે? આ સિવાય આરોપીઓ પાસે કેટલી નોટો છે? નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા? આરોપીઓને નાણાકીય મદદ કોણે પૂરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના-કોના સંપર્કમાં હતા ? સહિતના મુદ્દે તપાસ કરવાની બાકી હોવાની રજૂઆત કરાઈ હતી. મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા અપાયેલ ત્રણેય આરોપીઓનાં 10 દિવસનાં રિમાન્ડમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે કે કેમ તે જોવું રહ્યું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0